અસ્તિત્વને ટકાવવા માટેનું અદ્ભુત પરિબળ! વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધારે ભયાનક અને બિહામણી હોય છે એનો સચોટ પુરાવો એટલે વિક્ટર ઈ. ફ્રેન્કલની આ વ્યથા-કથા, જે પુસ્તકરૂપે તમારા હાથમાં છે!બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કૅમ્પમાં કેદી તરીકે રહેલા યહુદી મનોચિકિત્સક ડૉ. વિક્ટર ઈ. ફ્રેન્કલે અમાનુષી અત્યાચારોની આગમાં શેકાઈને પણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, માન્યામાં ન આવે તેવી બહાદુરી દાખવી, જે પ્રયત્નો કર્યા છે તેનો શબ્દશઃ ચિતાર આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. દરેક જીવ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક કળપૂર્વક કે બળપૂર્વક પ્રયાસો કરતો જ રહે છે, પણ અહીં લેખકે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે positive પ્રયાસો કર્યા છે એ કઈ આશાના તાંતણે બંધાઈને કર્યા છે, અથવા તો જીવતા રહેવા માટે જિંદગીના કયા હેતુએ એમને કાતીલ અત્યાચારોનો સામનો કરવા માટે `અંદરથી’ તૈયાર કર્યા છે? - એનો પ્રત્યક્ષ અને સંવેદનશીલ જવાબ તમને મળશે. જે મારા, તમારા, સૌના માટે પ્રેરણાની પરબ બની રહેશે!
Reviews with the most likes.
There are no reviews for this book. Add yours and it'll show up right here!